Powered By Blogger

Thursday 17 April 2014

"લાગણી એ સંબંધ અને પ્રેમ નો પર્યાય છે। ... લાગણી વગર પ્રેમ અને સંબંધ એ પર્વત વગર ની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચ નું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમ નો કોઈ અસ્તિત્વ જ નથી હોતું "

લાગણી નો દરિયો 


જીંદગી એ લાગણી પર આધારિત છે વ્યક્તિ જન્મે છે  તે પેહલા જ ઘર ની બધી જ વ્યક્તિઓ ને તેના પ્રત્યે લાગણી થવા લાગે છે.લાગણી ની વ્યખીયા આપીયે તો એક એવો સંબંધ કે જેમા  સ્વાર્થ વગર નો પ્રેમ હોય। ...... વય્ક્તિ પ્રત્યે એક પ્રકાર નું પોતાના પણું લાગતું હોય અને સામે વળી વય્ક્તિ ના દુખ ને પોતાનું દુઃખ સમજીને તેને આશ્વાસન ના બે બોલ કેહવા એટલે લાગણી . 

સામાન્ય રીતે લાગણી એ જીવન માં બધી જ વય્ક્તિઓ ને થતી હોય છે। ..... કોઈ ને પરિવાર ને વ્યક્તિઓ સાથે તો કોઈ ને મિત્રો સાથે તો કોઈ ને પાલતું પ્રાણીઓ સાથે બધી જ વય્ક્તિ લાગણી થી જોડાયેલી છે અને કદાચ આ લાગણી જ સંબંધો ને એક બીજા સાથે બાંધી રાખવાનું કામ કરે છે જો વય્ક્તિ માં કદાચ લાગણી ના હોત તો આ દુનિયા માં સંબંધો ટકાવી રાખવા મુશ્કેલ બની ગયા હોત। ... કારણ કે , દરેક વય્ક્તિ એક ય બીજી રીતે કોઈ ની તરફ થી લાગણી મેળવાની અપેક્ષા રાખતી જ હોય છે। ..... લાગણી એ એવો સુંદર એહસાસ છે કે જે ફક્ત માનવજાતિ ને જ નહિ પરંતુ જો આપને એક અઠવાડિયું કે એક મહિનો જો કુતરા કે બીજા કોઈ પાલતું પ્રાણી સાથે રહીએ તો તેને પણ આપની સાથે લાગણી નો સંબંધ બંધાઈ જાય છે। ........જેને સાથે એક વાર લાગણી થી સંબંધ જોડાય પછી ભલે ગમે તે કેમ ના થાય તે સંબંધ સોળે કળા એ ખીલી ઉઠે છે। ......... 






સવાલ છે લાગણી નો શું કયારેય એવું બની શકે ખરા કે કોઈ વય્ક્તિ ને કોઈ વય્ક્તિ માટે કઈ લાગણી જ ના હોય ?????????? અથવા કોઈ વય્ક્તિ ને લાગણી હોય પણ તે સામે વાડી વય્ક્તિ ને દેખાડી ના સહ્ક્તી હોય  ?? તો તેનો જવાબ છે હા સવાર્થરુપી આ દુનિયા માં બધું જ શક્ય છે લાગણી  વગર ની વય્ક્તિઓ પણ તમને ગણી બધી જોવા મળશે કે જેમના મનમાં બીજા લોકો માટે કોઈ પણ પ્રકાર ની લાગણી જ નથી હોતી આવી વય્ક્તિઓ પોતાના જીવન માં તો ગણી ખુશ હોય છે પરંતુ બીજાની લાગણી , બીજાનો પ્રેમ , બીજાની જીંદગી ની આવા લોકો ને કઈ પડી નથી હોતી તેઓ ને ફક્ત પોતાની શરતો  મુજબ નું જીવન જીવવું હોય છે અને તેમની નજર માં  લાગણીશીલ માણસો ની કોઈ કદર નથી હોતી આવી વય્ક્તિ ઓ પોતાના જીવન માં બહુ Practical  હોય છે। ....... લાગણી નો એહસાસ અને પ્રેમ નો એહસાસ શું છે તે તેમને ખબર જ નથી હોતી કદાચ Practical રેહવા માં તે લોકો એ તેના તરફ ધ્યાન આપવાનું વિચાર્યું જ નથી હોતું કયારેય પણ બીજા લોકો ને પોતાના practical સવ્ભાવ વિષે અર્થ વગર નું જ્ઞાન આપીયા  સિવાય આવી વ્યક્તિઓ પોતાના જીવમાં બીજું કઈ જ કરી નથી સકતી આવી વ્યક્તિઓ પોતાની સાથે જોડાયેલી બીજી વય્ક્તિઓ ની જીંદગી ને પણ વહેણ વગર ની નદી જેવી બનાવી દેતી હોય છે જેને પોતાને જ ખબર નથી હોતી  કે તેને કઈ દિશા માં  વહેવું। ............ 

એક લાગણીશીલ વય્ક્તિ ની આ દુનિયા માં કોઈ કદર કરતુ નથી.જે વય્ક્તિ ને જોવો તે બસ જીંદગી માં લાગણી અને પ્રેમ ને પાછ્ળ મૂકી ને એક દંભી અને અર્થહીન કહી શકાય તેવું જીવન જીવવા માટે બધા ને ભાષણ આપીયા કરે છે। ..... આપણા દેશ માં પણ  કંઈક આવું જ છે નેતાઓ વધારે માં વધારે મત મેળવા માટે અને જનતા ના મનમાં પોતાની Party વિશે લાગણી જન્માવા માટે જાતજાત ના નુસખા કરતા હોય છે લાખો રૂપિયા ખરચી ને જાહેરાતો આપતા હોય છે  શું કરે તો જનતા ના મનમાં લાગણી જન્મે ????? અને  તે મત આપે તો અમારી Party ને ખુરશી મળી જાય। .... આટલા પૈસા ખરચવા નો હેતુ એક જ છે ખુરશી મેળવાનો પોતાના સ્વાર્થ માટે ગમે તેમ કરી ને જનતા ના મનમાં લાગણી નો સંચાર કેમ કરવો તે આપણાં દેશ ની ભારત સરકાર ને બહુ સારી રીતે આવડે છે.

લાગણી ની વાત થાય તો પ્રેમ તો તેમાં આવે જ લાગણી વગર નો પ્રેમ એટલે પાણી વગર ની પૃથ્વી જો પૃથ્વી પર પાણી ના હોત તો  જીવસૃષ્ટિ અશક્ય હોત। .. પ્રેમ માં પણ કંઈક આવું જ હોય છે જો પ્રેમ માં લાગણી ના હોય તો તેને પ્રેમ કહી જ ના સકાય લાગણી વગર ના પ્રેમ ને ફક્ત એક આકર્ષણ જ કહી સકાય કે જે ફક્ત થોડા સમય માટે હોય અને ત્યાર બાદ ભૂલવાની જરૂર ના પડે આપોઆપ જ ભુલાઈ છે।પરંતુ જે સંબંધ માં લાગણી છે , એક પ્રકાર નું પોતાનાપણું છે , આંખો માં માસુમિયત છે  ,શબ્દો માં મીઠાશ છે ,દુખ માં પણ સાથે રેહવાનો વાયદો છે  અને ભગવાન પાસે સતત જેની ખુશી માટે પ્રાર્થના છે આવા સંબંધ ને "પ્રેમ " જેવા સુંદર શબ્દ થી જ બિરદાવી શકાય। .... જો કોઈ વય્ક્તિ માટે આપણ ને આવી કોઈ પણ લાગણી થતી હોય તો તેનો મતલબ છે કે આપણે એક એવી વય્ક્તિ ના પ્રેમ માં છીએ કે જે આપણા માટે દુનિયા ની કદાચ એક માત્ર  બધા કરતા અલગ જ (Uniqye)  વ્યક્તિ કહી સકાય







જેની સાથે લાગણી  જોડાયી હતી એ સંબંધ ને  શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક  વણમાગી સલાહ આપું છુ  મિત્રો 

લાગણી ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે। ....




જયારે આપણી લાગણીઓ ને કોઈ સમજી ના સકે ત્યારે શું કરવું અને શું ના કરવું એવા વિચારમાત્ર થી જ જીંદગી થોડા થોડા અંતરે ગાડી ની જેમ break લેતી હોય છે.આવા સમયે પેહલા તો આપણે કઈ પણ વિચાર્યા વગર જ એ વય્ક્તિ સમક્ષ આપની લાગણીઓ નો ઢગલો ઠાલવી દેતા હોઈએ છીએ અને એ જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે શું તે વ્યક્તિ ને પણ એટલી જ લાગણી છે કે નહિ ???? આપણે બધાં જ લોકો આવું કરતા હોઈએ છીએ આપણ ને બસ એક જ અપેક્ષા હોય છે કે મને કોઈ સમજે , મને કોઈ સાચવે મારી લાગણીઓ ને માન આપે। ....પણ શું આ યોગ્ય છે??? પોતાની અપેક્ષાઓ , લાગણીઓ અને પોતાના નીર્ણયો  બીજા નાં પર થોપી મારવા તે કેટલું યોગ્ય છે ? ...... દરેક વય્ક્તિ ને પોતાની અપેક્ષા , લાગણી અને પોતાના વિચારો હોય છે। ... દરેક વય્ક્તિ ને સંયુક્ત રીતે વિચારવાનો હક છે। ..છતાં પણ ઘણી વાર આપણે લાગણી ના આવેગ માં આવી ને અમુક એવા નિર્ણયો લઇ લેતા હોઈએ છે કે જેમાં આપણે પોતાનું તો વિચારતા જ નથી પણ ગણી વાર એવી વ્યક્તિઓ વિષે વિચારી લેતા હોઈએ છીએ જેને આપની લગણીઓ ની કઈ કદર જ નથી હોતી આવી practical વિચારસરણી ધરવતી વય્ક્તિ પોતાની સાથે બીજા બે લોકો જીંદગી ને પણ નુક્સાસ પહોચાડી જાય છે। 

ગણી વાર એવું પણ બની જતું હોય છે કે કોઈ વય્ક્તિ ને બીજી વય્ક્તિ માટે લાગણી હોય પણ તે બતાવી ના સકતી હોય આવી વય્ક્તિઓ જયારે એકલી હોય ત્યારે પોતાની લાગણીઓ ને આંસુ રૂપે વહાવી દેતી હોય છે કદાચ જાહેર માં જે નથી સમજાવી શકતું તે જ એકાંત મળતાની સાથે જ પોતાની જાત ને સમજવું પડતું હોય છે કે વ્યક્તિ પ્રત્યે કેટલી લાગણી છે। .....






એક સમયના નજરના મેળાપથી જન્મેલો એહસાસ છે લાગણી , 

કોઇ પણ બદલાની અપેક્ષા વિના ની ફરિયાદ છે લાગણી ,

અણગમતા હાસ્ય ને ગમતા કરવાનો એહસાસ છે લાગણી ,

તેની એક ઈચ્છા પૂરી કરવા માટે તત્પર થવા માટેનો એહસાસ છે લાગણી ,

લખી રહી છું ફક્ત તારા જ સ્વપન ને સાકાર કરવાં એજ ધ્યેય છે લાગણી। ........
.
જીંદગી માં થયેલી મુલાકાત ને આભારી છું ,

જીંદગી માં લાગણી રૂપી દરિયામાં ડૂબવા કરતા ખુશીરૂપી તળાવ માં ડૂબકી લગાવી એ જ રસ્તો છે એક માત્ર। ........
જીંદગી માં જીવવા માટે જરૂરી હોય તો તે છે લાગણી નો એહસાસ ગણી વાર ગણા લોકો બીજા ને દુખ પહોચશે એમ માની ને પોતાની લાગણી ને મનમાં દબાવી દેતા હોય છે પણ શું કામ આવું કરવાની જરૂર છે લાગણીઓ ને જેટલી જકડી રાખીશું તેટલું જ જીવન જટિલ બનતું જશે લાગણીઓ ને વહેતી કરવી જોઈએ તમે જયાં સુધી કોઈ ને કંઈ કહી નહિ શકો કે તમે શું ઈચ્છો છો ત્યાં સુધી આ દુનિયા તમને નહિ સમજી સકે અને  દુનિયા ના લોકો એવું સમજશે જેમ કે તમારા માં લાગણી નામનો એહસાસ જ નથી કોઈ। ...... અને જે વ્યક્તિ સમજશે તેની સમક્ષ તમારે લાગણી બતાવાની જરૂર નહિ પડે તે વ્યક્તિ આપોઅપ જ બધું સમજી જશે. અને પ્રય્તન કરશે કે તમારી લાગણીઓ ને વધારે ઠેસ ના પહોંચે। .. 










" જો કોઈ પાલતું પ્રાણી સાથે એક અઠવાડિયું કે તેથી વધારે રેહવામાં  આવે તો તેની સાથે પણ લાગણી બંધાઈ જતી હોય છે " 


" જીંદગી ફક્ત લાગણી પર આધારિત જ છે. જે વ્યક્તિ કોઈ ની લાગણી ને માન ના આપી સકે , સમજી ન સકે તે વ્યક્તિ આપણા દેશ ના નેતા ની જેમ પોતાના જ જ્ઞાન ને જાહેરાત ધ્વારા બીજા ને વહેચતી હોય છે "


"લાગણી એ સંબંધ ની સુંદરતા ને વધારે છે અને તેને વધારે ખીલવા માં મદદ કરે છે "









No comments: